________________
| [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
બનાવ્યું. ત્યારથી આજ પર્યત નવાબી રાજ્ય ચાલતું આવે છે. આજે તે એ નવાબી સત્તા પણ અસ્ત પામી છે. કાળ બળની આગળ કેઈનું કશું યે ચાલતું નથી. જુનાગઢ સ્ટેશનથી આગળ જઈએ તે સ્ટેટ વખતના રાજ્યનાં મકાને, મજીદે વિગેરે જોવા મળે છે. જેલ રેડ પર થઈને જતાં ઉપરકોટ આગળ પ્રાચીન સુંદર જૈન ભવ્ય દહેરાસર આવે છે. તેમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી છે, તે સંપ્રતિ મહારાજના સમયના પ્રાચીન વિ. સં. ૧૯૦૫ માં માહીગઢથી નીકળેલા પ્રતિમાજી છે. આ દહેરાસરની બાજુમાં એક નવું દહેરાસર તૈયાર થઈ ગયું છે. જેમાં મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામી જે સંપ્રતિ મહારાજાના સમયના છે અને ત્યાં હોસ્પીટલને પાયે ખેદતાં નીકળેલા છે યાત્રાશુઓ માટે શેઠ હેમાભાઈની ધર્મશાળા છે. સામે લાઈનમાં બાબુની ધર્મશાળા છે. તેમજ જૈન ભોજનશાળા અને . આયંબીલ ખાતાની પણ સુંદર વ્યવસ્થા છે. અહિંનાં દહેરાસરો તેમજ શ્રી ગિરનારજી ઉપરનાં મંદિરનો વહીવટ શેઠ દેવચંદ લક્ષમીચંદની વતી અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. અહિંથી ગિરનારની તળેટી ૩ માઈલ દૂર છે. રસ્તામાં નાકા પર ઉપરકોટ આવેલ છે ઉપરકેટમાં જુના જમાનાના ભેંયરાઓ, અનાજના કોઠારે તથા રા'નવઘણે બંધાવેલી અડીકડી, રાની વાવ, નવઘણ કુ તથા ઈજીપ્તમાં બનેલી અને અહિં રાખેલી ઈ. સ. ૧૫૩૩ના ગાળાની નીલમ તેપ, ચુડાનાળ તે૫, રા'ખેંગારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org