________________
શ્રી શત્રુંજય સૌરભ આ તીર્થમાં દશલાખ, વીશલાખ, ત્રિશલાખ; ચાળીશલાખ અને પચાસ લાખ પુષ્પોની માળાનું દાન કરવાથી મનુષ્ય અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે. ૨૧ धूवेण पखुववालो, मासक्खमणं कपूरधूवम्मि । ત્તિથ માનવમળ, વાદડિટામિા ૬ . રર
આ તીથમાં કૃષ્ણગરૂ પ્રમુખને ધૂપ કરવાથી પંદર ઉપવાસનું, કપૂરને ધૂપ કરવાથી માસ ઉપવાસનું અને સાધુને પ્રતિલાભવાથી કેટલાક માસના ઉપવાસનું ફળ પામે છે. ૨૨ न वि तं सुवन्न भूमि, भूसण दाणेण अन्नतित्थेसु । जं पावइ पुन्नफलं, पूआ न्हवणेण सेत्तुजे ॥ २३ ॥
બીજા તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને આભૂષણનું દાન દેવાથી પણ જે પુણ્યફળ મળી શકતું નથી, તે પુણ્યફળ શ્રી શત્રુંજય તીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી પ્રાપ્ત થાય છે. ૨૩ कंतार चोर सावय, समुद्द दारिद्द रोग रिउ रूद्दा । मुच्चंति अविग्धेणं, जे सेत्तुजं धरति मणे ॥ २४ ॥
જેઓ શ્રી શત્રુંજય તીર્થનું મનમાં ધ્યાન કરે છે, તેઓ અરણ્ય, ચોર, સિંહ, સમુદ્ર, રેગ, શત્રુ અને અગ્નિ વિગેરે રૂદ્ર (આકરા) ભયેથી નિવિદને મુકાય છે, અર્થાત્ તે તે ભયે તેને હાનિ કરી શકતા નથી. ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org