SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જુ આયંબિલ અને ઉપવાસ કરે છે, તે ત્રિકરણ શુદ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુક્રમે છડું [બે ઉપવાસ , અઠ્ઠમ [ત્રણ ઉપવાસ | દશમ [ચાર ઉપવાસ], અર્ધ માસ [પંદર ઉપવાસ] અને માસખમણનું ફળ પામે છે. ૧૬. ૧૭. छणं भत्तेण, अपाणेणं तु सत्त जताई। जो कुणइ सेत्तुंजे, तइयभवे लहइ सो मुक्खं ॥ १८ ॥ જે મનુષ્ય શત્રુંજય તીર્થ પર પાણીરહિત (વહારે) છઠ્ઠ ભક્ત (બે ઉપવાસ) કરીને સાત યાત્રાએ કરે, તે ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ૧૮. अज्जवि दीसइ लोए, भत्तं चइऊण पुंडरीयनगे । सग्गे सुहेण वच्चइ, सीलविहूणो वि होऊणं ॥ १९ ॥ અદ્યાપિ લેકમાં પ્રસિદ્ધ છે કે-શીલ રહિત મનુષ્ય પણ આ પુંડરીક ગિરિરાજ પર ભક્તને (આહાર પાને) ત્યાગ કરીને એટલે અનશન કરીને રહેવાથી સુખે સ્વર્ગમાં જાય છે. અર્થાત્ સ્વર્ગના સુખને પામે છે. ૧૯. छत्तं ज्झय पडागं, चामर भिंगार थालदाणेण ।। विज्जाहरो अ हवइ, तह चकी होइ रहदाणा ॥ २० ॥ આ તીર્થ પર છત્ર, ધ્વજા, પતાકા, ચામર, બંગાર (કલશ) • અને થાલનું દાન કરવાથી એટલે તેટલી વસ્તુઓ મુકવાથી મનુષ્ય વિદ્યાધર થાય છે, તથા રથનું દાન કરવાથી (રથ મુકવાથી) ચક્રવતી થાય છે. ૨૦ दस वीस तीस चत्ता, लक्ख पन्नासा पुप्फदामदाणेण । लहइ चउत्थ छठम, दस दुवालस फलाइं ॥ २१ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy