________________
૧૬૪
શ્રી શત્રુંજ્ય સૌરભ બંધાવેલ છે. તેમાં અમકાજ (અંબિકા) દેવીની મુર્તિ છે અમકાજનું ચરિત્ર–આ અમકાજ મિથ્યાત્વી સાસરાના ઘરમાં જૈન ધર્મ પાળતી હતી. એકદા શ્રાદ્ધમાં ખીર કરેલી તે માસખમણના પારણે સાધુ ગોચરી આવતા વહેરાવી દીધી. સાસુ પાણી ભરીને આવતાં પાડોશણે ચાડી ખાધાથી વહુને ધમકાવીને કહ્યું કે આ તારા બે છોકરા તેમાં નાના કકાને કેડમાં રાખી મેટા કીકાને આંગળીએ પકડી બહાર ચાલી જા. વગેરેથી દુરાત્મા સાસુએ પજવીને કાઢી મેલી. ધણી આવતા (માએ પિતાના છેકરાને કહ્યું કે તારી વહુએ મુંડકાને આજ શ્રાદ્ધનું પ્રથમ ખાવાનું આપ્યું. છોકરો (ધણી ગુસ્સે વધારે થયો, પણ ઉંધા પાડેલ વાસણ ઉઘાડીને જ્યાં જુએ છે ત્યાં વિવિધ જાતના પકવાનોથી ખુમચા ભરેલા દેખી પિતાની સ્ત્રીને બહારથી તેડી લાવવા કુહાડી ખંભે ધરતે જે દોડ્યો જાય છે. કેટલેક દુરથી ધણીને ખંભે કુહાડ ધરી આવત દેખી અમકાએ વિચાર્યું કે મને મારી નાખશે. એટલે સતી અમકાજી એકદમ કુવામાં બંને છોકરાને લઈને પડી. તેથી પછવાડે ધણી પણ પડ્યો. ઘણી મરીને ભેસલ થયે અને અમકા તે અંબિકા દેવી પણે થઈ. તેનું વાહન ભેંસલો થયે તે મરનાર ધણીનો જીવ થશે. જેને દેખાવ આબેહુબ નજરે પડે છે. અહીં નવરાત્રીમાં ગરબો ફેરવવામાં આવતું હતું તે મેતીશા શેઠની ધર્મશાળામાંહેના મહંમ માસ્તર તલકચંદભાઈ તે મિથ્યાત્વી રીવાજ બંધ કરવાને સમર્થ નીવડ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org