________________
પ્રકરણ ૧૩ મું
૧૫૭ દશમી નવી ટુંક ઓળખવા પામી છે, આ ટુકને વહીવટ ખુદ ધણી તરફથી ચાલે છે.
૧૬ પદ્મપ્રભુજીનું દહેરૂં ૧–આ દહેરૂ રાધનપુરવાળા મસાલીઆનું બંધાવેલું છે.
૧૭ મહાવીર સ્વામીનું દહેરૂં ૧–આ દહેરૂ શ્રી શાંતિનાથજીના દહેરા સામે ઉંચા પરસાળ ઉપર મહાવીરસ્વામીના સમવસરણ-ત્રગડાગઢનું સંવત ૧૭૮૮માં સુરતવાળા સેમચંદ કલ્યાણચંદનું બંધાવેલું છે.
૧૮ ચિંતામણી પાર્શ્વનાથજીનું દહેરૂં ૧–આ દહેરૂં ભંડાળીવાળાનું બીજું સં. ૧૭૯૧માં બંધાવેલું છે.
૧૯ ચંદ્રપ્રભુજીનું દહેરૂ ૧- શા. પ્રેમજી રતનજીનું સંવત ૧૭૮૮ માં બંધાવેલું છે.
૨૦ સંભવનાથજીનું દહેરૂં ૧–બગલશાવાળાનું બંધાવેલું છે. - ૨૧ શ્રી પાર્શ્વનાથજીનું દહેરું –આ દહેરામાં. ભીતે નંદીશ્વરદ્વિપ તથા એક બાજુ અષ્ટાપદજી આરસમાં બહુ સુંદર કારીગરીવાળા સુશોભિત છે. બે બાજુ બે હાથી આરસના છે. મુળનાયક શ્રી પાર્શ્વનાથ એક બંગલી જેવી આર. સની દહેરીમાં છે. દહેરૂં તદન આરસમય કરેલું રમણીય છે. દહેરાની બારસાખ ઉંચા ઓટલા ઉપર નાની હોવાથી એક દહેરી રૂપમાં ગણાઈ જાય છે, કે તેથી ઉપર ચડી નિરીક્ષણ ભાગ્યે જ કરે છે. જે માટી બારસાખ મુકીને સુધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org