________________
-
૧૫૪
શ્રી શત્રુંજ્ય સૌરભ જમણ ડાબી બંને લાઈનમાં દહેરાં અને દહેરીને આવેલ જ કમવાર વંદન-નમસ્કાર કરવા માટે તેમ જ એળખાણ પડવા માટે બતાવવાને આવ્યા છે. પિળમાં પેસતાં ડાબા હાથ તરફ
શાંતીનાથજીનું દહેરૂં ૧-દમણવાળા શેઠ હીરા રાયકરણનું બંધાવેલું છે અહીં આગળ સર્વે ભાવિકો પ્રભુ સ્તુતિ કરી ચિત્યવંદન કરે છે.
૨ ચકકેશ્વરી માતાનું દહેરૂ. ૧–શેઠ કરમાશાનું સંવત ૧૫૮૭ માં બંધાવેલું છે. આ દેવી તિર્થાધિરાજ શ્રી શત્રુંજયની અધિષ્ઠાયિન મહાદેવી છે, અહીં ભાવીકે દેવીની સ્તુતિ કરે છે.
૩ સુપાર્શ્વનાથનું દહેરૂં ૧-આ દહેરૂં સં. ૧૬૭૫ માં બંધાયું છે, આ દહેરાને વિમળવશીનું યા નેમનાથની ચોરીનું દહેરૂ પ્રસિદ્ધપણે કહેવામાં આવે છે. મુળનાયક સુપાર્શ્વનાથજી છે, જાળીમાં પછવાડે ઉપરા ઉપર ત્રણ મુખજી છે. છેલ્લા નીચેના મુખવાળા ભાગમાં નેમનાથની ચેરી પથ્થરની આળેખેલી છે ઘુમટમાં પશુઓને પેકાર આળેખેલે છે ને તેના સામે ભીંતમાં પ્રભુ નમીશ્વર અને યાદવેને સમુહ જાન આકારે બતાવ્યું છે. તેના એક ઉપરના ખુણે રાજુલને ઓશીયાલે મુખે બતાવેલ છે દેહરૂ દર્શનીકોને આલ્હાદ ઉપજાવે તેવું જોવા લાયક છે.
૪ વિમલનાથનું દહેરૂં– આ દહેરૂં સંવત ૧૬૮૮માં બંધાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org