________________
૧૩૦
શ્રી શત્રુંજય સૌરભ જૈન ધનાઢય પુન્યવંત લેકે એ ધર્મશાળાઓ બંધાવી મેટું પુન્ય હાંસિલ કરી નિજ નામના અમર કરી છે.
હાલ નાની મોટી સંખ્યાબંધ ધર્મશાળાએથી પાલી. તાણું શહેર વિશેષ રળિયામણું લાગે છે. યાત્રિકોને શહેર અંદરની ધર્મશાળા કરતાં બહાર એટલે તળેટી રોડ પર આવેલી ધર્મશાળાઓ વિશેષ સગવડવાળી જણાયાથી યાત્રાળુએને માટે ભાગ બહારજ ઉતરી રહે છે. એકંદર છેતાલીસ ધર્મશાળાઓમાં કેટલાકની દેખરેખ અને કબજે શ્રી આણુંદજી કલ્યાણજીના હાથમાં છે. તે કેટલીકની દેખરેખ બંધાવનારા ગૃહસ્થના તરફથી મુનિમદ્વારા રહે છે. પરંતુ બંધાવનારા પુન્યવંતે યા તેના વારસદારે જે શ્રી આણંદજી કલ્યાણજીની દેખરેખ નીચે મુનિમને સંભાળવાને બંદોબસ્ત કરે તે યાત્રાળુઓને ઉતરતાં જે હાડમારી વેઠવી પડે છે તે દુર થાય. કેમકે થોડા વરસ પહેલાં જ્યારે થોડી ધર્મશાળા હતી. ત્યારે મેળામાં એકઠે થતે સંઘ સારી રીતે સમાઈ શકતે હતા. જ્યારે વિશાળ અને સારી સગવડવાળી ધર્મ શાળાઓને માટે જ વળે, ત્યારે જ્યાં પાંચ હજાર માણસ થયું કે ઉતરનારાઓની બુમાબુમ અને એક ધમશાળેથી બીજી, અને બીજીથી ત્રીજી એમ અથડા અથડી થાય છે. કોણ જાણે શું છે કે આ હાડમારી ઓછી થવી જાઈએ તેના બદલે વધવા પામે છે. તે પુન્ય પ્રતાપવંત અંધાવી અપાવનારાને ઉદ્દેશ સુકિન્નીવંત નિવડે તેમ થવા દેખરેખ રાખનારા માલિકને અમારી નમ્ર વિનંતી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org