________________
૧૧૯
પ્રકરણ ૯ મું ઉતરવાની સગવડતા ખાતર આ ધર્મશાળા બંધાવી છે તેમાં મનને આનંદ આપે તેવું રળિયામણું સુંદર જિનાલય છે મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામી છે.
૧૪. આરીસાભુવનમાં દહેરૂ–પંજાબી ધર્મશાળાની બાજુમાં આ ધર્મશાળા આવેલ છે. આ ધર્મશાળામાં રસ્તા પર એક સુંદર માટે ઉપાશ્રયને હોલ છે. તેમજ ધર્મશાળાની વચ્ચે એક સુંદર નાનું શીખરબંધી દહેરાસર છે. જેની પ્રતિષ્ઠા સં. ૨૦૧૫માં થયેલ છે. મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાન છે.
૧૫. જન ગુરુકુળનું દહેરૂં–સ્ટેશનની સામે જૈન ગુરુકુળ જોવા લાયક સંસ્થા છે. તેમાં એક દહેરાસરજી છે. મૂળ નાયક શ્રી સુમતિનાથ છે. આ દહેરાસરમાં પાટણની પ્રાચીન કારીગરીવાળું નકશીદાર આબૂની કારીગરીની યાદ આપે તેવું સુંદર સિંહાસન કળાને નમૂનો છે. ઉપરાંત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ગુરૂકુળના સંસ્થાપક શ્રી ચારિત્રવિજયજી મહારાજ તથા હંસવાહિની સરસ્વતી દેવીની મૂતિઓ જોવાલાયક છે.
૧૦. જન બાળાશ્રમનું દહેરૂં-તલાટી રસ્તે જતાં જૈન બાલાશ્રમ આવેલ છે. તેમાં એક શિખરબંધી દહેરાસરજી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે.
૧૭. વલ્લભ વિહારમાં દહેરૂ-નહાર બીલ્ડીંગની ધર્મશાળાથી ખુબજ નજદીક આ ધર્મશાળા તથા ભવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org