________________
૧૧૮
શ્રી શત્રુંજ્ય સે
૮. કંકુબાઈનું દહેરૂં–કલ્યાણ ભુવનની બાજુમાં કંકુ બાઈની ધર્મશાળામાં મેડી ઉપર એક મંદિર છે. આદીશ્વર ભગવાનની મૂર્તિ છે. બીજા પણ પાર્શ્વનાથ વિગેરે ભગવાનની પ્રતિમાજીએ સુંદર બીરાજમાન છે.
૯ જસકુંવરનું દહે– સુરત નિવાસી જસકુંવરબહેને સં. ૧૯૪૯ માં ધર્મશાળા બંધાવીને જુદા કમ્પાઉન્ડમાં શિખરબંધી દહેરાસર કરાવી પ્રતિષ્ઠા કરાવી છે. કુલ પ્રતિમા ૧૩ છે. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે.
૧૦. માધવલાલ બાબુનું દહેરૂં–કલકત્તા નિવાસી માધવલાલ દુગ્ગડ બાબુએ સં. ૧૫૮ માં એક ધર્મશાળા બાંધી તેમાં શિખરબંધ દહેરાસર કરી પ્રતિષ્ઠા કરાવી છે. કુલ પ્રતિમાજી ૩૧ છે મૂળનાયક શ્રી સાચા દેવ સુમતિનાથજી છે.
૧૧. દાદા સાહેબનાં પગલાં–કલ્યાણ ભુવન, ચાંદ ભુવન ધર્મશાળાની બાજુના ખાંચામાં ગેરજીની વાડીમાં ખરતરગચ્છના આચાર્યશ્રી જિનદત્તસૂરીશ્વરજીનાં પગલાં છે. મોટા ખર્ચે નવું મંદિર તૈયાર કરાવવામાં આવ્યું છે. સુંદર પગલાં જેડી છે છે.
૧૨. શ્રાવિકાશ્રમનું દહેરૂં–જીવન નિવાસની સામે જૈન કેમની સધવા, વિધવા, કુમારિકા બહેનને રાખવામાં આવે છે, તેમાં એક સુંદર દહેરાસર છે.
૧૩. પંજાબી ધર્મશાળામાં દહેરૂં–આરીસાભુવનની બાજુમાં આ ધર્મશાળા છે, પંજાબી ભાઈઓને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org