________________
પ્રકરણ ૯ મું
૧૧૭
વ્યવસ્થા યતિવર્ય શ્રી લક્ષમીચંદજી મહારાજ કરે છે. તેમાં શ્રી શાંતિનાથજી ભગવાન તથા બીજી પ્રતિમાજીઓ અને પગલાં છે.
શહેર બહારના મંદિરો. ૪. નરશી કેશવજીનું દહેરું–શેઠ નરશી કેશવજીની - ધર્મશાળામાં ચૌમુખજીનું મંદિર છે સં. ૧૯૨૧ માં આ દહેરાસરની પ્રતિષ્ઠા થયેલી છે. ઉપર પણ ચૌમુખજીની સુંદર પ્રતિમાઓ છે.
૫. નરશી નાથાનું દહેરૂ –શેઠ નરશી નાથાની ધર્મશાળામાં મેટા દરવાજા પાસેની મેડી ઉપર મંદિર છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૮ માં કરવામાં આવી છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી છે.
૬. શ્રી મહાવીર સ્વામીનું દહેરૂં–શ્રી વીરબાઈ પાઠશાળા અને લાઈબ્રેરી સાથે અંદરના ભાગમાં શેઠ કેશવજી નાયકના ધર્મપત્ની વીરબાઈ એ સં. ૧૫૪ માં એક ભવ્ય દહેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે.
૭. મતી સુખીયાનું દેહ–મતી સુખીયાની ધર્મ શાળામાં એક શિખરબંધી દહેરાસરજી છે. સં. ૧૯૪૮ માં પ્રતિષ્ઠા થયેલી છે. પ્રતિમા ૧૪ છે. મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાજી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org