SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી શત્રુંજય સોરભ તબક તારણ નજરે પડે છે. અહીંની કેરણી બહુ જ સુંદર છે. ભગવાન પાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથજીની પ્રતિમાઓ મનહર છે. બીજા મંદિરમાં શ્રી મલ્લિનાથજી ભગવાનની સાથે નીકળેલા શ્રી શાંતિનાથજી પ્રભુ બિરાજમાન છે. ભેંયરામાં શ્રી નેમિનાથ પ્રભુના અલૌકિક પ્રતિમાજી સૌને આકર્ષે છે. બાજુમાં આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું પાષાણમાં કોતરેલ બાવલું જોવાલાયક છે. અહીં કટીના પત્થરમાંથી કેરી કાઢેલ ભગવાનશ્રી આદીશ્વર પ્રભુની ૧૦૮ આંગળ પ્રમાણની ભવ્ય પ્રતિમા છે. મહુવાના કળાકારે કરી કાઢેલ અદ્ભૂત ભવ્ય પ્રતિમાજી આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે. ઉપર ચૌમુખજીની દેરી છે. અહીંથી શ્રી શત્રુંજય ગિરિરાજનાં દર્શન થાય છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીને વિહાર સૌરાષ્ટ્રમાં થયો ત્યારે સિદ્ધાચળજીથી આગળ વધી સમુદ્રકિનારાના શહેર મધુમતી (મહુવા)માં પધાર્યા હશે તેમ મહુવા દહેરાસરમાં હાલ પ્રતિષ્ઠિત શ્રી મહાવીર સ્વામીના બિંબ જે જીવિતસ્વામીના નામથી ઓળખાય છે, અને જે ઘણા સમયથી વીરક્ષેત્ર કહેવાય છે, તે ઉપરથી જણાય છે. આ ઉપરાંત ભગવાન શ્રી મહાવીરસ્વામીએ વઢવાણમાં સ્થિરતા કરેલી હોવી જોઈએ. વઢવાણને વર્ધમાનપુર કહેવામાં આવે છે. સમુદ્ર મહુવાની પાસે છે. અહીં સ્ટીમર આવે છે અને વહાણે સફર કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy