________________
પ્રકરણ ૯ મું
કદંબગિરિ–ગઈ ચોવીશીના બીજા તીર્થકર નીરવાણીને કદંબ નામે ગણધર એક કોડ મુનિ સાથે મેક્ષે ગયા છે, તેથી કદંબગિરિ તીર્થને મહિમા છે. | તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી આ તીર્થમાં નવીન જિનાલયે આદિ થયાં છે. અને તેથી તીર્થને મહિમા તથા વિશિષ્ટતા વધ્યાં છે.
અહીં શ્રી જિનદાસ ધર્મદાસની પેઢી છે.
શ્રી કદમ્બવિહાર પ્રાસાદ–આ દહેરાસરના પ્રવેશ દ્વારે બે ભવ્ય હાથીઓ સૌનું સ્વાગત કરે છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ મનોહર છે.
બહારના ભાગમાં ૭૫ જેટલી દહેરીએ છે. શેઠ પોપટલાલ ધારશી તરફથી બંધાવેલ એક ત્રણ માળનો સુંદર ઉપાશ્રય છે. તથા એક વિશાળ જ્ઞાનશાળા પણ છે.
યાત્રાળુઓને ઉતરવા માટે બે ધર્મશાળાઓ છે. જમવાની વ્યવસ્થા “ભોજનશાળા” પેઢી તરફથી ચાલે છે અને તેની વ્યવસ્થા ઘણી જ સુંદર છે.
ઉપર જતાં રસ્તામાં એક સુંદર વાવ આવે છે. તેનું પાણી નિર્મળ છે.
તળાટીમાં પેઢી તરફથી યાત્રાળુને ભાતું અપાય છે.
શ્રી આદિશ્વર જિનાલય–પહેલું ઋષભદેવ ભગવાનનું મંદિર આવે છે. બાજુમાં બે ભવ્ય પ્રતિમાજીએ છે, જેની અંજનશલાકા થવાની છે. બહારના ભાગમાં ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org