________________
૧૦૮
શ્રી શત્રુંજ્ય સરભ અહીં બે દહેરીઓમાં શ્રી અજિતનાથ તથા શાંતિનાથની પાદુકા. છે પાસે સિદ્ધશિલા છે. અહીં યાત્રાળુઓ યથાશક્તિ કાઉસ્સગ્ન કરે છે.
ભાડવા ડુંગર–આ ટેકરી ઉપર સાડી આઠ કરોડ મુનિ સાથે કૃષ્ણ વાસુદેવના પુત્રો સાંબ અને પ્રદ્યુમ્ન ફાગણ સુદ ૧૩ ના દિવસે સિદ્ધિપદને વર્યા છે. છ ગાઉની પ્રદક્ષિણને મહિમા આ ટેકરીને આભારી છે. અહીં એક દહેરી છે.
સિદ્ધવડ–અહીં અનંત મુનિરાજે મોક્ષે ગયા છે. સિદ્ધિપદને પામ્યા હોવાથી સિદ્ધવડ કહેવાય છે. શ્રી આદિનાથ પ્રભુની પાદુકા છે. સિદ્ધવડ પાસેના આંબાવાડિયામાં ફાગણ શુદિ તેરશે છ ગાઉની યાત્રા કરી યાત્રાળુઓ એકઠા થાય છે. અને માટે મેળો ભરાય છે. અહીં દહીં, ઢેબરાં, ચા, ભાતું, શેરડીનો રસ, સાકરના પાણું વિગેરે જુદા જુદા ગૃહસ્થ તરફથી અપાય છે. વન ભેજનને આનંદ અહીં આવે છે. પાલીતાણા જવા માટે ઘોડાગાડી તથા બેલગાડીઓ મળે છે. પાલીતાણું અહીંથી પાંચેક માઈલ દુર છે. બાર ગાઉની યાત્રા
બાર ગાઉની યાત્રાએ જવા માટે શત્રુંજી નદી કાંઠે આવેલા પાંડેરીયા ગામ થઈ ભંડારીયા જવાય છે. અહીં શ્રાવકના ૨૫ ઘર છે, અને દહેરાસર છે. અહીંથી કદંબગિરિ જવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org