________________
પ્રકરણ ૯ મું
૧૦૭
સિદ્ધવડ પહોંચી શકાય છે. કૃષ્ણ વાસુદેવના પુત્રો સાંબ અને પ્રશ્ન સાડી આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ શુદિ તેરશને દિવસે સિદ્ધિપદને વર્યા તેથી છ ગાઉની પ્રદક્ષિણાને. મહિમા છે.
રસ્તામાં ઘણી દહેરીઓ આવે છે. આગળ જતાં ઉલકાજલ નામે એક પિલાણ આવે છે. દાદાનું નમણુ અહીં જમીનમાંથી આવતું હોય એવું મનાય છે. તેવી પિલાણની રચના હોય તે તે શક્ય પણ છે. હાલ તે છ ગાઉની યાત્રાના દિવસે બારોટ લેકે નમણ લાવીને તે ખાડામાં ભરે છે. અહીં એક નાની દહેરી છે, જેમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે.
ચિલણતલાવડી-શાસનપતિ શ્રી મહાવીરસ્વામીના પટ્ટધર ગણધર શ્રી સુધર્માસ્વામીના મહાતપસ્વી શિષ્ય શ્રી ચિલણ મુનિ ઘણા મેટા સમૂહ સાથે વિમળાચળ તીર્થે આવતા હતા. રસ્તામાં સંઘ તૃષાતુર થયે. સંઘે પ્રાર્થના કરી “હે તપસ્વી! લબ્ધિતણા ભંડાર ! પ્રભુના દર્શન વિના અમારા પ્રાણ પાણી વિના ચાલ્યા જશે.” સંઘને પીડિત જોઈને મુનિરાજે પાણી દેખાડ્યું. પણ તેનાથી તૃષા શાંત ન થઈ, તેથી મુનિરાજે તપલબ્ધિથી મેટું તળાવ પાણીથી છલકાવી દીધું. સંઘ પાણીથી તૃપ્ત થઈ ગયો. આ તલાવડીનું નામ ચિલ્લણ તલાવડી પડ્યું. તેનું પાણી પવિત્ર છે. તેના પાનથી, સ્નાનથી, જિન અભિષેકથી યાત્રાળુ પવિત્ર અને એકાવતારી થઈ મોક્ષ પદ મેળવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org