________________
૧૦૬
શ્રી શત્રુંજય સારભ
પાસે એક કુંડ છે. આ ઠેકાણે થોડે દૂર એક ધર્મશાળા, બંધાવવામાં આવી છે, તેમ હાલમાં એક સુંદર મંદિર પણ છે. આ રહિશાળાની પાગથી શત્રુંજ્ય ઉપર જઈ શકાય છે.
(૪) ઘેટીની પાગ, બે યાત્રા-કુંતાસરના મેદાનની પાસે નવ ટૂંકના રસ્તે જતાં આદિપુર-આદપુર ગામને છેડે આ પાગ આવે છે. અર્ધ રસ્તે પ્રથમ એક દહેરી આવે છે. તેમાં ચોવીશ તીર્થંકરના ચરણ કમળ છે, તેની પાસે કુંડ તથા વિસામે છે ત્યાંથી જતાં તળાટીમાં સુંદર પાદુકા મંદિર છે. ફરતી જાળી છે અને ભીતે સુંદર ચિત્રામણથી મનહર લાગે છે. આ પાદુકા મંદિરમાં આદિનાથ આદિ
વીશ તીર્થકરોનાં પગલાં છે. અહીંથી ઉપર પાછા ચડીને દાદાનાં દર્શન કરતાં બે જાત્રા કરી કહેવાય છે.
પ્રદક્ષિણા. દેઢ ગાઉની પ્રદક્ષિણ-રામપળની બારીથી બહારના ભાગમાં કિલ્લાની આજુબાજુના રને ફરતાં ફરતાં નવ ટૂંકને ફરીને બહાર બારીએથી હનુમાનદ્વાર આવી દાદાની ટૂંકમાં જઈ દર્શન કરવાથી દેઢ ગાઉની પ્રદક્ષિણ સંપૂર્ણ ગણાય છે.
છ ગાઉની પ્રદક્ષિણા–રામપળની બારી પાસેથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે છે. છ ગાઉની પ્રદક્ષિણા હેવાથી તે બહુ લાંબે અને ઊંચે નીચે છે સવારમાં વહેલા ચડી દાદાના દર્શન કરી ઉતરવા મંડવાથી એક વાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org