________________
પ્રકરણ ૭ મું
ખરી, પણ નામ તે નક્કી જ કરી લઉં.”
કુટુંબીજને તે વૃદ્ધ માતાની આવી આશ્ચર્યજનક વાતથી વિસ્મિત થયાં. કોઈ શું બેલે? પણ એક દસ વર્ષની બાલિકા બધાની વચ્ચેથી આગળ આવી માતાજીના ખોળામાં બેસી ગઈ અને કહેવા લાગી. “અમ્માજી! એક સેનાની સીડી બનાવરાવી તેના ઉપર તમારે ચઢવાનું, તે સીડી દાનમાં આપવાની અને મિષ્ટ ભજન કરી અમને બધાને જમાડવાના. બિરાદરીમાં લાડુ વહેંચવાના અને દહેરાસરજીમાં પૂજા ભણાવવાની અને આપણે શ્રી સિદ્ધાચળજી હમણાં જઈ આવ્યાં, તેની યાદમાં પુત્રનું નામ સિદ્ધાચળજી ઉપરથી જ પાડવું.” બધાં આ બાલિકાની વાત સાંભળી મુગ્ધ થઈ ગયાં. મારી સૂચના પ્રમાણે સિદ્ધરાજકુમાર નામ રાખવાનું નકકી થયું.
૧૯૦૮ માં હું મુંબઈમાં સમેતશિખરજીના મુકદમામાં રોકાયેલ હતા અને પુત્ર જન્મના આનંદજનક સમાચાર મળ્યા. મારી માતાના હર્ષને પાર નહિ હોય. તેમની પ્રાર્થના ફળી, દસમે દિવસે હું જયપુર પહોંચ્યું, અને બાળકને ખોળામાં લીધે કે અત્યંત રડવા લાગ્યું અને અમારા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. મારી માતાએ કોઈ સુંદર સ્તવન ગાવાની સૂચના કરી અને નીચેનું સ્તવન ગવાયું. કયું ન ભયે હમ મર વિમળગિરિ કયું ન ભયે હમ મેર સિદ્ધવડ રાયણ રૂબકી શાખા, ઝૂલત કરત ઝકેર, વિમળગિરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org