SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્કામવૃત્તિ અને કીર્તિની લેલુપતાનો અભાવ પ્રત્યક્ષ બતાવી આપ્યાં. પોતે કાવ્ય અને ન્યાયનો અભ્યાસ ખુબ જ કપરી સ્થિતિમાં કરેલું. તે વખતે તેઓશ્રી છાણમાં હતા, પંડિતજી વડેદરા હતા, પરંતુ સાધુ આવશ્યકકિયા કરી સવારમાં છ માઈલ વડેદરા જતા અને પાઠ પૂર્ણ થયે ફરી પાછા છાણી પધારી એકાસણું કરતા. કેવી અભ્યાસની તાલાવેલી? ત્યારબાદ સુરતના સંઘે લગભગ એક લાખ રૂપિયા ખરચી એક માસ લગી ઉત્સવ સાથે ધામધૂમ પૂર્વક પન્યાસ પદવી વિ. સં. ૧૯૫૭ની સાલમાં પરમ પૂજ્ય પં. શ્રી ચતુરવિજયજી મહારાજશ્રીના હસ્તક કરાવી. મહત્સવમાં પૂજાએ, તથા શાન્તિ સ્નાત્રાદિ કિયાએ ખુબ જ મધુર સ્વરે બોલી લેકેને ધર્મના રસિયા બનાવ્યા. સાથોસાથ વ્યાખ્યાન પણ એવું આકર્ષક હતુ કે સૌ સહેજે ધર્મમાં જોડાઈ જતા હતા. વિ. સં. ૧૯૭૫ ની સાલમાં વસંતપંચમીના શુભ દિને મહેસાણામાં એમની આચાર્ય પદવી થઈ હતી. જ્ઞાન ઉપાસના તે જાણે એમના જીવનનું અંગજ બની ગયું હતું. એક બાજુ સં. ૧૫૭ ની સાલથી એકાંતરે ઉપવાસનું માસી તપ સતત ચાલું રાખ્યું હતું. અને ૧૯૮૨ ની શાલથી બારેમાસ એકાન્તર ઉપવાસ તપશ્ચર્યા યાવત અવસાનના દિવસ સુધી અવિચ્છિન્ન આરાધાઈ હતી. આમાં ક્યારેક બે કે ત્રણ ઉપવાસ સાથે પણ આવતા. આવી તપશ્ચર્યા સાથે આગમ આદિની પ્રતનું લહીઆ પાસે લખાવી પોતે જાતે પીઠ ફલકના વિના તેનું સંશોધન કરતા. આવી રીતે તપશ્ચર્યા સાથે સંશોધનનું કાર્ય જ્યાંલગી આંખેએ કામ આપ્યું ત્યાં લગી એટલે ૯૦ વર્ષની ઉંમર લગી અવિરતપણે કામ કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy