________________
આટલા ઉગ્ર અને દીર્ઘ તપસ્વી છતાં જેઓ કદી કોધને વશ થતા નહોતા, અને મનને જરાય નવરું પડવા દેતા નહિ. એમની તપ જપ ધ્યાન સ્વાધ્યાય અને યોગની પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિજ સતત કામ કરતી હતી. આવી અપ્રમત્તતાનો પાઠ એ મહાપુરૂષ આપણને આપી ગયા છે.
એમના હાથે અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા અને અનેક ભાઈબહેનોની દીક્ષા થઈ છે. આમ છતાં એમને પિતાનો શિષ્ય સમુદાય લગભગ ૬૦ થી ૭૦ ઉપર સ ધુનો, અને લગભગ પાંચ ઉપર સાધ્વીજીઓનો છે.
" વીસેક વર્ષ પહેલાં એટલે ૮૫ વર્ષની જઈફ ઉંમરે ડાળી વગર શ્રી ગિરનારજી અને શ્રી શત્રુંજયના પહાડે ચઢી ત્યાં બિરાજીત દેવાધિદેવનાં દર્શન કરી પાછા ફર્યા હતા.
એમની દીક્ષા બાદ પાંચેક વર્ષને અંતરે એમનાં સંસારી પત્ની, સાસુ અને સાળાએ પણ દીક્ષા લીધી હતી. એમનાં પત્નીનું નામ ચંદનબ્રીજ રાખ્યું હતું. તેઓને આજે પણ લગભગ બસો ઉપર સાધ્વી પરિવાર છે.
આવું ઉગ્ર તપશ્ચર્યજ્ઞાન-ધ્યાનમય જીવન જીવીને પૂજ્ય બાપજી મહારાજશ્રી ૨૩ વર્ષની વયે ચારીત્ર લઈ ૮૨ વર્ષ ચારિત્રની આરાધના કરી સ્વપરના કલ્યાણ સાધીને ૧૦૫ વર્ષની ઉમરે સં. ૨૦૧૫ના ભાદરવા વદી–૧૪ ને વાર ગુરૂના રોજ સ્વર્ગવાસી થયા. વંદન હે આવા પરમ ઉપકારી ગુરૂદેવને ! તેમનો અગ્નિ સંસ્કાર જમાલપુર દરવાજા બહાર કરવામાં આવ્યા હતા. અને ત્યાં દેરી બનાવી મૂર્તિ પધરાવવાની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org