________________
૪૭
સદગુરુ-ભક્તિરહસ્ય સહું સાધન બંધન થયાં,
રહ્યો ન કેઈ ઉપાય; સસાધન સમજ્યો નહીં,
ત્યાં બંધન શું જાય? ૧૭ બીજા અનેક સાધન કરી છે. પણ તેથી આ વિષમ અને ભયંકર એવા સંસાર દુઃખદરિયાને પાર આવ્યો નથી. ઊલટાં તે સાધનો પરિભ્રમણવૃદ્ધિનાં કારણ બન્યાં છે.
બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્દગુરૂ થકી, ઊલટે વળે ઉતાપ.
–શ્રીમદ્ રાજચંદ્ર કારણ કે સાચા માર્ગદર્શકના શરણ વિના, તેની આજ્ઞા વિના, તેના બેધરૂપ સાક્ષાત્ જ્ઞાનરવિના ઉજજ્વળ પ્રકાશ વિના, સ્વપરના ભેદરૂપ, જડચેતનના ભેદજ્ઞાનરૂપ, પિતાના સ્વરૂપની સમજણ, શ્રદ્ધા, રમણતારૂપ, સ્વભાવનું ગ્રહણ એ જ સારરૂપ ઉપાદેય છે અને પરભાવનું ગ્રહણ એ દુઃખરૂપ અસાર હેવાથી હેય છે, ઈત્યાદિ પ્રકારે સાર, અસાર, હિત અહિતને, કર્તવ્ય અકર્તવ્યને, ગ્રાહ્ય ત્યાજ્યને વિવેક, સમજણ, ભાન, તેને અંશ પણ પ્રગટ નહિ અને તેથી અંતરનું અજ્ઞાનતિમિર તેને અંશ પણ ટળે નહિ, જેથી સંસારભ્રમણને અંત આવ્યો નહિ. ૧૬ ૧૭. પૂર્વે જે જે સાધન આ જીવે કર્યા છે તે સૌ બંધન માટે જ થયાં છે. પણ અબંધદશા પ્રગટાવવા કેઈ સમર્થ બન્યાં નથી. હવે મારી સમજ પ્રમાણે એ કરવા એગ્ય કેઈ ઉપાય બાકી રહ્યો નથી. બધાં સાધનામાં સત્ સાધન શું છે? તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org