________________
સદગુરુ-ભક્તિરહસ્ય
પરંતુ આપ તો સાક્ષાત્ કરુણામૂર્તિ છે. દીનના બંધુ છે. અનાથના નાથ છે. અશરણના શરણરૂપ છે. તેથી તે વિચારે આપના શરણ વિના મારે બીજા કેઈને આધાર નથી. સંસારમાં તન, મન, વચન, સ્ત્રી, પુત્ર, ગૃહ કુટુંબ, ધન, સ્વજન આદિ જે જે હું સુખનાં કારણ ગણું મારાં મારાં માનું છું, દાખમાં સહાયક થશે એમ માનું છું, તેમાંનાં કઈ મને સંસારના ત્રિવિધ તાપાગ્નિની ઝાળથી બચાવી શાંતિનું કારણ બને એમ નથી, તેમ દુઃખમાં, રેગમાં, કે મરણ કાળની અસહ્ય વેદનાના વખતમાં, તેથી બચાવે કે શરણરૂપ થાય, કે સમાધિમરણમાં સહાયક થઈ પરલેકમાં સદ્ગતિ અને સસુખ પ્રાપ્ત કરાવવામાં સાધન બને, એમ કેઈ નથી જ. તેથી તે સર્વ અન્ય આલંબન તજી, હવે સર્વ અર્પણભાવે, આપનાં ચરણનું શરણ સ્વીકારું છું. તો કૃપા કરી હે પ્રભુજી, મારે અનાથને હાથે ગ્રહ, અને મને આપની આજ્ઞા, બેધ, ભક્તિ આદિ સર્વોત્તમ સાધન દ્વારા તારે, ઉદ્ધારે. સર્વ સંસારી આલંબને, તેમ જ પરમાર્થને નામે રાગદ્વેષ અજ્ઞાન આદિ દેષ યુક્ત એવા દેવગુરુઓ, તે સર્વની આસ્થા તજી, એક આપ સર્વજ્ઞ વિતરાગ પ્રભુનું જ શરણુ અન્યભાવે હવે હું અંગીકાર કરું છું. તેથી નિષ્કામ કરુણાસાગર હે પ્રભુ, આપ મારે આ સંસાર દુઃખદરિયાથી ઉદ્ધાર કરે. ૧૪ ૧૫. હે ભગવાન, મારા સ્વરૂપના ભાન વિના, આ અપાર સંસારમાં હું જન્મ, જરા, વ્યાધિ, મરણ ઈત્યાદિ દુઃખ, દુઃખ ને દુઃખ જ ભેગવત રાસી લાખ યોનિમાં ચારે ગતિમાં અનંત કાળથી અનંતથી અનંતવાર પરિભ્રમણ કર્યા જ કરું છું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org