________________
૧૧
અમૂલ્ય તત્ત્વવિચાર લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કહે ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એનો વિચાર નહીં અહોહો! એક પછી તમને હવે !! ૨. નહીં હોવાથી કાળે કરી ચાલ્યાં જાય છે, ત્યારે પાછાં દુઃખ દુઃખને દુઃખજ ભાગ્યમાં ભેગવવાનાં ઉભા રહે છે. એટલે સુખ મેળવવા જતાં દુઃખની જ પ્રાપ્તિ થાય છે. એને શું જરા પણ લક્ષ તમે નહીં જ લો? એ લક્ષમાં આવે તો સમજાય કે ક્ષણે ક્ષણે આત્મા સ્વભાવ ચૂકી વિભાવમાં જ રાચી રહ્યો છે, અર્થાત સુખનિધાન એવું પિતાનું આત્મસ્વરૂપ તે ભૂલી તેથી અન્ય એવા તન ધન સ્વજનાદિ સર્વ પરમાં જ અહંન્દુ મમત્વ બુદ્ધિથી, પરની ચિંતામાં જ, પરભામાં જ નિમગ્ન રહી, સ્વરૂપસુખનો નિરંતર વિગ રહે તેવાં ભયંકર ભાવમરણમાં જ સતત રાચી રહ્યો છે. દેહ છૂટે તે દ્રવ્યમરણ તે ભવમાં એક જ વાર થાય છે. પણ બીજા એવા અનેક ભવ ધારણ કરાવે તેવા રાગદ્વેષ આદિ દુષ્ટભામાં મનની પ્રવર્તનારૂપ ભાવમરણ ક્ષણે ક્ષણે થઈ રહ્યાં છે, અને તેથી આત્માના વાસ્તવિક અનંતજ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ ગુણોનો ઘાત થઈ રહ્યો છે તે ભયંકર ભાવમરણમાં અહો ભવ્ય! તમે શા. માટે રાચી રહ્યા છે? ૧ ૨. જરા વિચાર કરીને કહે કે સંસારસુખનાં મુખ્ય સાધન લક્ષમી, અધિકાર આદિ વધતાં વાસ્તવિક શું વધ્યું? અથવા કુટુંબ, પરિવારાદિ વધવાથી આત્માને હિતકારી એવું શું શું વધ્યું? એ વિચારીને સમજવા ગ્ય બેધ ગ્રહણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org