________________
ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારા કહેલાં અનુપમ તત્ત્વને મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પ્રવિત્રતા મેં એાળખ્યાં નહીં. હે ભગવન ! હું ભૂલ્ય, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટખૂનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મર્દોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારા કહેલાં તત્ત્વ વિના મારે મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કાર મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સત ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ અને કૈલેયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભવવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપથી ક્ષમા ઈચ્છું છું.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org