________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૫૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહીં; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮
છચે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કઈ પણ પ્રકારને સંશય રહે નહીં. ૧૨૮
આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯
આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એ બીજે કંઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કેઈ સાચા અથવા નિપુણવૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કે તેનું ઔષધ નથી. ૧૨૯
જે ઇચ્છે પરમાર્થ તો, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦
જે પરમાર્થને ઈચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરે, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદે નહીં. ૧૩૦
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય. ૧૩૧
આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યંગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધના કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. ૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org