________________
૨૩૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું ? આત્માએ નહીં ચિતવેલું? અથવા આત્માનું કંઈ પણ કર્તવ્ય છતાં પ્રવતેલું નહીં ? અથવા ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી થયેલું? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા ગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિતવેલું એવે છે. જો તેમ થતું હોય તે તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હેવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે.
જેમાં તે કઈ પણ રીતે પ્રવર્તતે જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી, તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવાયોગ્ય નથી, એટલે એ બંને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી.
- ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તે તે ઘટતું નથી. પ્રથમ તે ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા ગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કર્તાને કેઈસ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ –
જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામને વચ્ચે કેઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org