________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
ર૩૩
તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણુશક્તિ છે. (૭૪)
જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ છવધર્મ. ૭૫
આત્મા જે કર્મ કરતો નથી, તે તે થતાં નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવન ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તે કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માને સ્વાભાવિક ધર્મ નહીં. ૭૫
કેવળ હેત અસંગ જે ભારત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬
કેવળ જે અસંગ હેત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હેત તે તને પિતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તે જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. ૭૬
કર્તા ઈશ્વર કેઈનહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દેષપ્રભાવ. ૭૭
જગતને અથવા જીનાં કર્મને ઈશ્વર કર્તા કઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેને થયે છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મક્ત ગણીએ તો તેને દોષને પ્રભાવ થયે ગણું જોઈએ, માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. ૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org