________________
૧૫૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
સમાધિને પામી, સર્વ કર્મ કલંકને ટાળી અજરામર પદરૂપ નિજ નિર્મળ સહજાન્મસ્વરૂપમાં સદાને માટે વિરાજિત થઈ પરમ કૃતકૃત્ય પરમાત્મા બને છે.
જ્ઞાનીનાં વાકયના શ્રવણથી ઉલ્લાસિત થતું એ જીવ, ચેતન, જડને ભિન્ન સ્વરૂપ યથાર્થ પણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.”
– શ્રીમદ્ રાજચન્દ્ર આમ સ્વરૂપસ્થિતિરૂપ મેક્ષપદ પ્રાપ્ત થતાં, આત્મા આત્મારૂપે સ્થિત થાય છે અને કર્મરૂપ પુદ્ગલે કર્મ પણું તજી દઈ પુદ્ગલરૂપે સ્થિત થાય છે. અર્થાત્ બને દ્રવ્ય પિતપોતાના સ્વભાવમાં સ્થિત થાય છે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org