________________
૧૪૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન પણ જડતા નહિ આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ? ૬ ચેતન ચેતનપણાને ત્યાગ કરતાં નથી. અને પિતાના સ્વભાવ યુક્ત જ રહે છે. એમ જિન ભગવાનને સિદ્ધાંત છે. ૪ ૫. જીવ બંધ પ્રસંગમાં વતે છે અર્થાત્ કર્મબંધ આવસ્થામાં રહે છે તેનું કારણ પિતાના મૂળ સ્વરૂપને પોતે ભૂલી ગયારૂપ અજ્ઞાન છે. પણ તેથી કરીને કંઈ આત્માને જડતા, જડપણું પ્રાપ્ત થયું નથી. અર્થાત્ ચેતન કદી જડ થઈ ગયે નથી. એ સિદ્ધાંત પ્રમાણ, ન્યાયયુક્ત છે. ૫ ૬. આકાશાદિ બીજાં અરૂપી દ્રવ્યો,જડ પરમાણુથી લેવાતાં નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વસ્તુસ્વભાવ એવે છે કે અરૂપી એ જીવ રૂપી એવાં જડ-પરમાણુને કર્મરૂપે ગ્રહણ કરે છે અને તેની સાથે સગાસંબંધ બંધાય છે. આમ છતાં જીવ પિતે આવી રીતે જડ-પરમાણુરૂપ કર્મોથી બંધાઈ રહ્યો છે એમ પિતાના બંધનને પોતે જાણતો નથી. એ જિન ભગવાનને કે ગહન, સૂમ, અગમ્ય સિદ્ધાંત છે? અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનવંત એવા કેવળજ્ઞાન ભાસ્કર સર્વજ્ઞ ભગવાને જ પોતાને દિવ્ય જ્ઞાનપ્રકાશથી આ સિદ્ધાંત જાણે અને ઉપદે, જ્યારે અન્ય દર્શનેમાં તથારૂપ જ્ઞાનના અભાવે કર્મબંધ કેમ થાય છે? અને તેથી કેમ છુટાય? ઇત્યાદિ બંધમાક્ષની યથાર્થ વ્યવસ્થા દષ્ટિગોચર થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org