________________
નિવેદન
આ કાવ્ય-અમૃત ઝરણાં (ભાવાર્થ સહિત)ની પ્રથમાવૃત્તિ એપ્રિલ ૧૯૬૦માં મુંબઈથી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક સમિતિ તફથી શ્રી પ્રેમચંદભાઈ રવજીભાઈ ઠારી દ્વારા પ્રકાશિત થઈ હતી.
ત્યાર પછી તેની એક પણ પ્રત સિલકમાં નહિ રહેવાથી અને તેની માગણી ચાલુ રહેતી હોવાથી તેની આ દ્વિતીયા વૃત્તિ મુમુક્ષુ આત્મબંધુઓના કરકમળમાં મૂક્તાં હર્ષ થાય છે.
આ પ્રકાશન માટે ચોટિલાના આત્માર્થી ભાઈશ્રી વનેચંદભાઈ જેઠાલાલ શાહની ખાસ આગ્રહભરી અભિલાષા હેવાથી અને તે માટે તેમની ઈચ્છાનુસાર તેમના સુપુત્ર શ્રી કાન્તિલાલ શાહ દ્વારા રૂ. ૬૦૦૦)ની રકમ આશ્રમના જ્ઞાન ખાતામાં ભેટ તરીકે મળેલી હોવાથી આ પ્રકાશન શીઘ્રતાથી આશ્રમ તરફથી પ્રસિદ્ધ થવા પામે છે. તે માટે તેમને ધન્યવાદ છે.
પહેલી આવૃત્તિમાં જે જે કાના ભાવાર્થ આપવામાં આવ્યા છે તે બધા જ આમાં પણ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત મેક્ષમાળામાંનાં (૧) સર્વમાન્ય ધર્મ (૨) સામાન્ય મનોરથ અને (૩) પૂર્ણ માલિકા મંગળ એમ, ત્રણ, કાના ભાવાર્થ આમાં ઉમેરવામાં આવ્યા છે.
સત્ સાધકેની સતની સાધનામાં આ ગ્રન્થ ઉપકારી થાઓ! શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસી લિ. સંત સેવક કાર્તિક પૂનમ, તા. ૧૮-૧૧-૭૫ ઈ રાવજીભાઈ છ. દેસાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org