________________
૭૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ઓગણુસસે ને બેતાલીસે, અદ્દભુત વૈરાગ્યધાર રે. ધન્ય. ૨ ઓગણીસસેં ને સુડતાલીસે, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય. ૩.
ત્યાં આવ્યા રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ,
તેમ વધે ન ઘટે રંચ રે, ધન્ય. ૪ સાર, જાતિસ્મૃતિજ્ઞાનરૂપ પૂર્વના અનેક ભવેનું જ્ઞાન થયું. ઓગણીસોને બેતાળીસે અદ્દભુત વૈરાગ્યની ધારા પ્રગટી. તે કેવી અદ્દભુત! ગવાસિષ્ઠને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામને પ્રગટેલા વૈરાગ્યનું કેઈ અનેરું વર્ણન છે, તે અદ્ભુત વૈરાગ્ય પ્રગટ. ૨ ૩. ઓગણીસેને સુડતાલીસે શુદ્ધ નિર્મળ સમ્યગ્દર્શનરૂપ આત્મજ્ઞાન કે અનુભવ પ્રકાશ પ્રગટયો. તેથી શ્રુતજ્ઞાન અને અનુભવદશા નિરંતર વધતી ચાલી. અને તે વધતા ક્રમે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપને અવભાસ, પ્રકાશ, સાક્ષાત્કાર વૃદ્ધિગત થતે ગયો. ૩ ૪. ત્યાં પરિગ્રહ અને વ્યાપારાદિની વધતી પ્રવૃત્તિરૂપ પ્રપંચને કારમે, ભયંકર, પ્રબળ ઉદય તીવ્રપણે આવ્યું. તે જેમ જેમ હડસેલિયે, દૂર કરીએ તેમ તેમ વધતો ચાલ્ય, પણ એક પંચ માત્ર ઘટો, ઓછો થયે નહિ. ૪ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org