________________
૭૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
જે સંસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયા, ભવ શ'કા શી ત્યાંય ? ર જેમ જેમ મતિ અલ્પતા, અને માહ ઉદ્યોત; તેમ તેમ ભવશ`કના, અપાત્ર અંતર જ્યાત. ૩
અથવા આ કાવ્ય અંગત સ્વલક્ષી હાવાથી એ દૃષ્ટિએ અર્થાતર એમ પણ સમજાવા ચાગ્ય છે કે પૂર્વે કાઈ પ્રસ ંગે ‘ પુનર્જન્મ નથી, પાપ પુણ્ય નથી,' ઇત્યાદિ નાસ્તિક તત્ત્વવિચાર તર’ગ પેાતાને આવી ગયેલ પણ પાતે અનન્ય તત્ત્વચિંતક હાઈ તેનું નિવારણ કરતાં એમ ભાવના કરે છે—લઘુવયથી તત્ત્વજ્ઞાનના અદ્ભુત બેધ થયા એજ એમ સૂચવે છે કે તુ ગતિ આગતિ શાને શેાધે છે? અર્થાત્ જન્માંતર પ્રત્યે ગતિ, ગમન અથવા જન્માંતરમાંથી આગતિ—આગમન છે કે નહિ ? એ તું શા માટે શેાધવા જાય છે ? કારણ કે લઘુવયથી તત્ત્વજ્ઞાનના અદ્ભુત બેધ થયા તે પૂર્વ સંસ્કાર વિના મને નહિ. માટે પુનર્જન્માદ્ઘિ અંગે તારી શકા અસ્થાને છે. ૧ ૨. જે જ્ઞાનસ'સ્કાર અત્યંત અભ્યાસે થવા ચેાગ્ય છે તે તે નાની વયમાં જ, પરિશ્રમ વિના સહજ સ્વભાવે જ જાગૃત થયા છે, તેથી હવે ભવ ધારણ કરવા સંબંધી શંકાને સ્થાન જ કયાંથી રહે? ૨
૩. જેમ જેમ બુદ્ધિની, જ્ઞાનની અલ્પતા છે અને મેહ, મમત્વ, આસક્તિની પ્રગટતા વધારે છે તેમ તેમ અપાત્ર જીવેાના અંતરમાં, અજ્ઞાનની અધિકતા હૈાવાથી, તેમને ભવ-જન્મ મરણ સંબંધી શંકા ભય પ્રખળપણે વિદ્યમાન હેાય છે. ૩
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org