________________
૭૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ચરણનું શરણ અવલંબન ગ્રહણ કર. જ્યાં સુધી આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમનું શરણ અચળપણે એકનિષ્ટપણે ગ્રહણ કરી તેમની આજ્ઞા આરાધવામાં સર્વાર્પણપણે એક્તાન થઈ પ્રેમ, ભાવ, ભક્તિ, ઉલ્લાસને પ્રવાહ ઉત્કૃષ્ટપણે તે પ્રત્યે જ નિરંતર પ્રવહે તેમ કર. તેથી સદ્ગુરુની કૃપા પ્રસાદીરૂપ ગુરુગમ પ્રાપ્ત થશે. અને તેના પ્રતાપે આત્મજ્ઞાન પ્રકાશ પ્રગટ થશે. જેથી સંસાર કારાગૃહમાં જકડી રાખનાર સર્વ કર્મબંધન તૂટી જશે, ક્ષય થઈ જશે અને શાશ્વત સુખમય મેક્ષરૂપ પરમપદ પ્રાપ્ત થશે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org