SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩પ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનનો દ્રોહ. ૧૩૭ દયા શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહીંએ જ્ઞાનીદશા, બાકી કહીંએ ભ્રાંત. ૧૩૯ સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્ર સમાન; તે કહીંએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ ( શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨ ) ( આત્મસિદ્ધિ પછી આશ્રમમાં પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના ઉપદેશામૃતનું અને પૂ. શ્રી બ્રહ્મચારીજીના બોઘામૃતનું અડઘો કલાક નિયમિત વાંચન થાય છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy