________________
નિત્યક્રમ
૮૭ અહો! અહો! શ્રી સદ્ગુરું કરુણાસિંઘુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાથીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આઘીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭
ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટુ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મભ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞાસમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન ૧૨૯ જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાઘન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાઘન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org