________________
નિત્યક્રમ
બીજી આરતી પ્રભુની, સમકિતી કરતા, પ્રભુ પ્રભુ સમ નિજ ચિકૂપને (૨) અંતર અનુભવતા. જયદેવ૦૪ ત્રીજી આરતી પ્રભુની, શાંત સુઘા ઝરતા, પ્રભુ રત્નત્રય ઉજ્વલથી (૨) ઘર્મ ધ્યાન ઘરતા. જયદેવ. ૫ ચોથી આરતી પ્રભુની, શ્રેણી ક્ષપક ચડતા, પ્રભુ શુક્લ ધ્યાન વર યોગે (૨) મોહ શત્રુ હણતા. જયદેવ.૬ પંચમી આરતી પ્રભુની, કેવલશ્રી વરતા, પ્રભુ ઘન્ય ઘન્ય વર યોગે (૨) સિદ્ધિસદન વસતા. જયદેવ૦ ૭ શુદ્ધ ચિદાત્મની આરતી, આત્માર્થી કરતા, પ્રભુ શ્રી ગુરુરાજ-કૃપાથી (૨) ભવજલથિ તરતા. જયદેવ, ૮
૨૮. મંગલ દીવો (૧). દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
શ્રીમદ્ સદ્દગુરુ શાશ્વત જીવો. દીવો- ૧ સમ્યગદર્શન નયન અજવાળે,
કેવલ જ્ઞાન પ્રકાશ નિહાળે. દીવો ૨ ભવભ્રમતિમિરનું મૂળ નસાવે,
મોહ પતંગની ભસ્મ બનાવે. દીવો ૩ પાત્ર મુમુક્ષુ ન નીચે રાખે,
તપવે નહિ એ અચરિજ દાખે. દીવો૦૪ કલિમલ સબ ઉત્પત્તિ જાયે,
શ્રીમદ્ સદ્ગુરુ સદાય વરાયે. દીવો ૫ શ્રોતા વક્તા ભક્ત સકલમેં, શિવકર વૃદ્ધિ કરે મંગલમેં. દીવો ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org