________________
નિત્યક્રમ
૫૩ વિનય અથિક ગુણીનો કરે, મ દેખે નિજગુણ હાણ, મ0 ત્રાસ ઘરે ભવભય થકી, મા ભવ માને દુઃખખાણ. મ. ૪ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મ, શિષ્ટ કહે તે પ્રમાણ, મ0 સુયશ લહે એ ભાવથી, મ૦ ન કરે જૂઠ ડફાણ. મ૦ ૫
(ઢાળ ત્રીજી) ત્રીજી બલાદ્રષ્ટિ-વિચાર
(પ્રથમ ગોવાલ તણે ભવે જીરે—એ દેશી) ત્રીજી દ્રષ્ટિ બલા કહીજી, કાષ્ઠઅગ્નિ સમ બોઘ, ક્ષેપ નહીં આસન સર્ઘજી, શ્રવણ સમીહા શોથ રે.
જિનજી, ઘન ઘન તુજ ઉપદેશ. ૧ તરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી, જેમ ચાહે સુરગીત, સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દ્રષ્ટિ સુવિનીત રે. જિ૦૨ સરી એ બોઘ પ્રવાહનીજી, એ વિણ શ્રત થલકૂપ, શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જેમ ભૂપ રે જિ૦૩ મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન, તે ઇચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે. જિ૦૪ વિઘન ઇહાં પ્રાયે નહીંજી, ઘર્મ હેતુમાં કોય, અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોય રે. જિ૦૫
(ઢાળ ચોથી) ચોથી દીતાદ્રષ્ટિ-વિચાર (ઝાંઝરીઆ મુનિવર, ઘન ઘન તુમ અવતાર–એ દેશી) યોગ દ્રષ્ટિ ચોથી કહીજી, દીપ્તા તિહાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભા સમ જ્ઞાન.
મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org