________________
૫૪
નિત્યક્રમ બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મ. ૨ ઘર્મ અર્થે બહાં પ્રાણનેજી,–છાંડે પણ નહિ ઘર્મ, પ્રાણ અર્થે સંકટ પટેજી, જાઓ એ વૃષ્ટિનો મર્મ. મ. ૩ તત્ત્વશ્રવણ મઘુરોદકેજી, બહાં હોય બીજ પ્રરોહ, ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુભક્તિ અદ્રોહ. મ. ૪ સૂક્ષ્મબોઘ તોપણ બહાંજી, સમકિત વિણ નહિ હોય, વેદ્ય સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેદ્ય જોય. મ૦ ૫ વેદ્ય બંઘશિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ, નયનિક્ષેપે અતિ ભલુંજી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મ૦ ૬ તે પદ ગ્રંથિ વિભેદથીજી, છેહલી પાપ પ્રવૃત્તિ, તખ્તલોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મ. ૭ એહ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્ય સંવેદ્ય, ભવાભિનંદી જીવનજી, તે હોય વજ અભેદ્ય. મ૦ ૮ લોભી કૃપણ દયામણોજી, માથી મચ્છર ઠાણ, ભવાભિનંદી ભય ભર્યોજી, અલ આરંભ અયાણ. મ. ૯ એવા અવગુણવંતનુંજી, પદ છે અવેદ્ય કઠોર, સાધુ સંગ આગમતણોજી, “તે જીત્યો ઘુરંઘોર. મ૦૧૦ તે જીતે સહેજે ટળેજી, વિષમ કુતર્ક પ્રકાર, દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મ૦૧૧ હું પામ્યો સંશય નહીંજી, મૂરખ કરે એ વિચાર,
આળસુઆ ગુરુ શિષ્યનોજી, તે તો વચન પ્રકાર. મ૦૧૨ ૧. પાઠાંતર–તે જીતે ઘરી જોર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org