________________
૨૭૨
નિત્યક્રમ હું માનું પ્રભુ ! મુજ અપરાધની માફી; કરી દીઓ પાપથી મુક્ત, કહું પછી કાંહી. એ અભિલાષા અવિનાશી, પૂરણ કરજો, મુજ દોષ દયાનિધિ, દેવ દિલે નવિ ઘરજો. હું પાપનો પશ્ચાત્તાપ હવે કરું છું, વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે, એ મુજ સ્વરૂપનો, વિકાસ નાથ કરે છે. છો આપ નીરાગી, અનંત ને અવિકારી; વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની; રૈલોક્ય પ્રકાશક, નાથ ! શું આપું નિશાની ? મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. તુમ પ્રણીત તત્વમાં, શંકાશીલ ન થાઉં, જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો; લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. હે સર્વજ્ઞ પ્રભુ ! શું વિશેષ કહું હું તમને, નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને. હું કેવલ પશ્ચાત્તાપથી દિલ દહું ; મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું. ૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ; ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org