________________
૨૬૮
નિત્યક્રમ સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખિમાવિજય જિન ચરણરમણ સુખ, રાજ પોતાનું લીધું મો૦૮
(૧૭) શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવીરે; મન મોહના જિનરાયા, સુર નર કિન્નર ગુણ ગાયા રે, મ0 જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રે. મ૦૧ મટકાનું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન્ન રે; મ0 સમતા રસ કેરાં કચોળાં, નયણાં દીઠે રંગરોલા રે. મ૦૨ હાથે ન ઘરે હથિયારા, નહિ જપમાલાનો પ્રચારા રે, મ0 ઉસંગે ન ઘરે રામા, તેહથી ઊપજે સવિ કામા રે. મ૦૩ ન કરે ગીતનૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલારે; મ0 ન બજાવે આપે વાજાં, ન ઘરે વસ્ત્ર જીરણ સાજાં રે. મ૦૪ ઇમ મૂરતિ તુજ નિરુપાધિ, વીતરાગપણે કરી સાથી રે; મ0 કહે માનવિજય ઉવઝાયા, મેં અવલંબ્યા તુજ પાયા રે. મ૦૫
(૧૮)
સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે; મોહન મરુદેવીનો લાડણોજી, દીઠો મીઠો આનંદ પૂર રે.સ.૧ આયુ વર્જિત સાતે કર્મનીજી, સાગર કોડાકોડી હીન રે; સ્થિતિ પઢમકરણે કરીજી, વીર્ય અપૂર્વ મોગર લીઘ રે.સ. ૨ ભોગળ ભાંગી આકષાયનીઝ, મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડ્યા શમ સંવેગનાંજી, અનુભવ ભુવને બેઠો નાથ રે.સ.૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org