SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૬૭ તેહ આલંબીને જીવ, ઘણાયે બૂઝિયા, હો લાલ ઘણા ભાવિ ભાવન જ્ઞાની, અમો પણ રીઝિયા. હો લાલ અમો ૪ તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, હો લાલ ઘણા સેવ્યો ધ્યાયો હવે, મહા ભય વારણો; હો લાલ મહારા શાન્તિવિજય બુઘ શિષ્ય, કહે ભવિ કાજના, હો લાલ કહે પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના. હો લાલ કરો. ૫ (૧૬) (ભવિ તુને વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા એ દેશી) મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહેશું. વામાનંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણી; મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇન્દ્રાણી. મો-૧ ભવપટ્ટણ ચિહું દિશિ ચારે ગતિ, ચોરાશી લખ ચૌટા; ક્રોઘ માન માયા લોભાદિક, ચોવટીઆ અતિ ખોટા.મો૨ મિથ્યા મેતો કુમતિ પુરોહિત, મદનસેનાને તોરે; લાંચ લઈ લખ લોક સંતાપે, મોહ કંદર્પને જોરે.મો૦૩ અનાદિ નિગોદ તે બંદીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક વાંકો. મો૦૪ ભવસ્થિતિ કર્મવિવર લઈ નાઠો, પુણ્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકસેંદ્રિયપણું ઓળંગી, પંચેન્દ્રીપણું લાધ્યો.મો.૫ માનવભવ આરજકુળ સદ્ગુરુ વિમલબોઘ મળ્યો મુજને; ક્રોઘાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને મો૦૬ પાટણમાંહે પરમ દયાળુ, ગત વિભૂષણ ભેટ્યા; સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેટ્યા.મો૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy