SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૬૯ તોરણ બાંધ્યું જીવદયા તણું જી, સાથીઓ પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમોદનાજી થીગુણ મંગલ આઠ અનુપરે.સ૦૪ સંવર પાણી અંગ પખાલણેજી, કેસરચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણરુચિ મૃગમદ મહમહેજી,પંચાચાર કુસુમ પ્રઘાન રે.સ.૫ ભાવપૂજાએ પાવન આતમાજી. પૂજો પરમેશ્વર પુન્ય પવિત્ર રે, કારણજોગે કારજ નીપજેજી, ખિમાવિજય જિનઆગમ રીતરે.સ.૬ ' (૧૯) શ્રી પરમાત્માની સ્તવના અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધ્યાં સઘળાં કાજ નમો.અ૦૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ - મયંક નમો. અ. ૨ તિહુયણ ભવિયણ જન મનવંછિય, પૂરણ દેવરસાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો.અ૦૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ૦૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંઘુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તું હી કૃપારસ સિંઘુ નમો.૮૦૫ ૧. બુદ્ધિના આઠ ગુણ- (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ઘારણ (૫) વિજ્ઞાન (૬) ઉહા (૭) અપોહ (૮) તત્ત્વાભિનિવેશ. ૨. ચંદ્ર ૩. દેવત, કલ્પતરુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy