________________
૨૫૦
નિત્યક્રમ (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન
(એ છીંડી કિહાં રાખી કુમતિ એ દેશી) દીવ પુષ્કરવર પશ્ચિમ અરઘે, વિજય નલિનાવઈ સોહે, નયરી અયોધ્યા મંડન સ્વસ્તિક લંછન જિન જગ મોહે રે;
ભવિયાં, અજિતવીર્ય જિન વંદો. ૧ રાજપાલ કુળ મુગટ નગીનો, માત કનિનિકા જાયો; રતનમાળા રાણીનો વલ્લભ, પ્રત્યક્ષ સુરમણિ પાયો રે ભ૦૨ દુરિજનશું કરી જે હુઓ દૂષણ, હુયે તસ શોષણ જહાં; એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું હું જીહા રે.ભ૦૩ પ્રભુ-ગુણગણ ગંગાજલે ન્હાઈ, કયો કર્મમલ દૂર; સ્નાતકપદ જિન ભગતે લહિયે, ચિદાનંદ ભરપૂર રે.ભ૦૪ જે સંસર્ગ અભેદારોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવર ગુણ થતાં લહિયે, જ્ઞાનધ્યાન લયતાને રે.ભ૦૫ સ્પર્શ જ્ઞાન ઇણિપરે અનુભવતાં, દેખીજે 'જિનરૂપ; સકળ જોગ જીવન તે પામી, નિસ્તરિયે ભવભૂપ રે.ભ૦૬ શરણ-ત્રાણ-આલંબન જિનજી, કોઈ નહીં તસ તોલે, શ્રી વિજય વિબુઘ પય સેવક, વાચક યશ એમ બોલે રે ભ૦૭
--------------
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(વીરમાતા પ્રીતિકારિણી–એ દેશી) આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ૦૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વૂઠા,
આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ૦૨ ૧. પાઠાંતર–નિજરૂપ. ૨. પાપના દિવસો નાશ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org