________________
૨૪૬
નિત્યક્રમ (૧૮) શ્રી યશોઘર જિન સ્તવન વદન પર વારી હો યશોઘર, વદન પર વારી, મોહરહિત મોહનજયાકો, ઉપશમ રસ ક્યારી. હો ય૦૧ મોહી જીવ લોકો કંચન, કરવે પારસ ભારી; સમકિત સુરતરુ વનસીંચનકો વર પુષ્કરજલ ઘારી. હો ય૦૨ સર્વ પ્રદેશ પ્રગટ શમ ગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી; પરમગુણી સેવનથું સેવક, અપ્રશસ્તતા વારી. હો ય૦૩ પરપરિણતિ ચિરમણ ગ્રહણતા, દોષ અનાદિ નિવારી, દેવચંદ્ર પ્રભુ સેવક ધ્યાને, આતમ શક્તિ સમારી. હો ય૦૪
(૧૯) શ્રી દેવજશા જિન સ્તવન
(મહાવિદેહ ક્ષેત્ર સોહામણું–એ દેશી) દેવજશા દરિશણ કરો, વિઘટે મોહ વિભાવ લાલ રે; પ્રગટે શુદ્ધ સ્વભાવતા, આનંદ લહરી દાવ લાલ રે. દે૦૧ સ્વામી વસો પુષ્કરવરે, જંબુ ભરતે દાસ લાલ રે; ક્ષેત્ર વિભેદ ઘણો પડ્યો, કિમ પહોંચે ઉલ્લાસ લાલ રે. દે૨ હોવત જો તનુ પાંખડી, આવત નાથ હજૂર લાલ રે; જો હોતી ચિત્ત આંખડી, દેખત નિત્ય પ્રભુનૂર લાલ રે. ૮૦૩ શાસનભક્ત જે સુરવરા, વીનવું શીશ નમાય લાલ રે; કૃપા કરો મુજ ઉપરે, તો જિનવંદન થાય લાલ રે. દે૦૪ પૂછું પૂર્વ વિરાઘના, શી કીથી ઇણ જીવ લાલ રે; અવિરતિ મોહ ટલે નહીં, દીઠે આગમ દીવ લાલ રે. દે૦૫ આતમ શુદ્ધ સ્વભાવને, બોઘન શોધન કાજ લાલ રે; રત્નત્રયી પ્રાપ્તિ તણો, હેતુ કહો મહારાજ લાલ રે. દે૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org