________________
નિત્યક્રમ
તુજ સરિખો સાહિબ મિલ્યો, ભાંજે ભવભ્રમ ટેવ લાલરે, પુરાલંબન પ્રભુ લહી, કોણ કરે પરસેવ લાલ રે. ૦૭ દીનદયાળ કૃપાળુઓ, નાથ ભવિક આઘાર લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર લાલ રે. દે૮
(૧૯) શ્રી ચંદ્રયશા (દેવજશા) જિન સ્તવન ચંદ્રયશા જિનરાજીઓ, મનમોહન મેરે, પુષ્કર દીવ મોઝાર રે મનમોહન મેરે, પશ્ચિમ અરઘ સોહામણો, મ॰ વચ્છ વિજય સંભાર રે. મ૦ ૧
૨૪૭
નયરી સુસીમા વિચરતા, મ૦ સંવરભૂપ કુલચંદ રે; મ૦ શશિ લંછન પદ્માવતી, મ૰ વલ્લભ ગંગાનંદ રે, મ૦ ૨
કિટલીલાએ કેસરી, મ॰ તે હાર્યો ગયો રાન રે; મ૦ હાર્યો હિમકર તુજ મુખે, મ॰ હજીય વળે નહિ વાન રે. મ૦ ૩
તુજ લોચનથી લાજિયાં, મ॰ કમળ ગયાં જળમાંહી રે; મ અહિપતિ પાતાળે ગયો મ૦ જીત્યો લલિત તુજ બાંહી રે મ૦ ૪
જીત્યો દિનકર તેજશું, મ॰ ફિરતો રહે તે આકાશ રે; મ૦ નીંદ ન આવે તેહને, મ॰ જેહ મન ખેદ અભ્યાસ રે. મ૦ ૫
એમ જીત્યો તુમે જગતને મ૦ હરિ લિયો ચિત્તરતત્ર રે; મ૦ બંઘુ કહાવો જગતના, મ॰ તે કિમ હોય ઉપમન્ન રે, મ૦ ૬
ગતિ તુમે જાણો તુમ તણી, મ॰ હું સેતું તુજ પાય રે; મ૦ શરણ કરે બળિયાતણું મ॰ યશ કહે તસ સુખ થાય રે. મ૦ ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org