SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૪૫ પુષ્કર પશ્ચિમ અર્ધ્વ, વિજય તે વપ્ર સુબદ્ધ; આજ હો નયરી રે વિજયાએ વિહરે ગુણનીલોજી. ૨ મહાભદ્ર જિનરાય, ગજલંછન જસ પાય; આજ હો સોહે રે મોહે મન લટકાળે લોયણેજી. ૩ તેહશું મુજ અતિ પ્રેમ, પરસુર નમવા નેમ; આજ હો રેજે રે દુઃખ ભંજે, પ્રભુ મુજ તે ગુણેજી. ૪ ઘર્મ યૌવન નવરંગ, સમકિત પામ્યો ચંગ; આજ હો લાખણી લાડી મુગતિ તે મેલશેજી. ૫ ચરણ ઘર્મ અવદત, તે કન્યાનો તાત; આજ હો માહરા રે પ્રભુજીને, તે છે વશ સદાજી. ૬ શ્રી નવિજય સુશિષ્ય, યશ કહે સુણો જગદીશ; આજ હો તારો રે હું સેવક, દેવ કરો દયાજી. ૭ (૧૮) શ્રી અરનાથ જિન સ્તવન (પ્રથમ ગોવાળ તણીએ દેશી) અરજિન દરિશન દીજિયેજી, ભવિકકમળવન સૂર; મન તરસે મળવા ઘણુંજી, તમે તો જઈ રહ્યા દૂર. સોભાગી, તુમશું મુજ મન નેહ. તુમશું મુજ મન નેહલોજી, જિમ બપઈયાં મેહ. સો૦૧ આવાગમન પથિક તણુંજી, નહિ શિવનગર નિવેશ; કાગળ કુણ હાથે લિખુંજી, કોણ કહે સંદેશ. સો૦૨ જો સેવક સંભારશોજી, અંતરયામી રે આપ, યશ કહે તો મુજ મન તણોજી, ટળશે સઘળો સંતાપ. સો૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy