________________
૨૪૪
નિત્યક્રમ (૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન મહાભદ્ર જિનરાજ, રાજ રાજ વિરાજે હો આજ તુમારડોજી; ક્ષાયિકવીર્ય અનંત, ઘર્મ અભંગે હો તું સાહિબ વડોજી.
બલિહારી રે શ્રી જિનવર તણી રે. ૧ કર્તા ભોક્તા ભાવ, કારક કારણ હો તું સ્વામી છતોજી જ્ઞાનાનંદ પ્રઘાન, સર્વ વસ્તુનો હો ઘર્મ પ્રકાશતોજી હું-૨ સમ્યગ્દર્શન મિત્ત, સ્થિર નિર્ધારિ રે અવિસંવાદતાજી; અવ્યાબાઘ સમાધિ, કોશ અનશ્વર રે નિજ આનંદતાજી. હું ૩ દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણસંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુર્ગ અભંગ, આતમ શક્ત હો પર જય સંચર્યાજી, હું ૪ ઘર્મક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હો તુજ બલ આકરોજી; તત્ત્વ સકલ પ્રાભાવ, સાદિ અનંતી રે રીતે પ્રભુ ઘર્યોજી હું પ દ્રવ્ય ભાવ અરિલેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપભોગી રે જ્ઞાનગુણે ભર્યોજી હું ૬ આચારિજ ઉવઝાય, સાઘક મુનિવર હો દેશવિરતિઘજી; આતમ સિદ્ધ અનંત, કારણ રૂપે રે યોગ ક્ષેમકરુજી. હું ૭ સમ્યગ્દષ્ટિ જીવ, આણારાગી હો સહુ જિનરાજનાજી; આતમ સાઘન કાજ, સેવે પદકજ હો શ્રી મહાભદ્રનાંજી, હું૦૮ દેવચંદ્ર જિનચંદ્ર, ભક્ત રાચી હો ભવિ આતમ રુચિજી; અવ્યય અક્ષય શુદ્ધ, સંપત્તિ પ્રગટે હો સત્તાગત શુચિજી. હું ૯
(૧૮) શ્રી મહાભદ્ર જિન સ્તવન
(આજ હો છાજે રે–એ દેશી) દેવરાયનો નંદ, માત ઉમા મનચંદ; આજ હો રાણી રે, સૂરિકાંતા કંત સોહામણોજી. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org