________________
નિત્યક્રમ
૨૩૫ (૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન
| (કાલ અનંતાનંત–એ દેશી) સેવો ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદ્ભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હો સહુ પ્રગટ કરી. ૧ અસ્તિત્વાદિક ઘર્મ, નિર્મળ ભાવે હો સહુને સર્વદા; નિત્યત્વાદિ સ્વભાવ, તે પરિણામી હો જડચેતન સદા. ૨ કર્તા ભોક્તા ભાવ, કારક ગ્રાહક હો જ્ઞાન ચારિત્રતા; ગુણપર્યાય અનંત, પામ્યા તુમચા હો પૂર્ણ પવિત્રતા. ૩ પૂર્ણાનંદ સ્વરૂપ, ભોગી અયોગી હો ઉપયોગી સદા; શક્તિ સકલ સ્વાધીન, વરતે પ્રભુની હો જે ન ચલે કદા. ૪ દાસ વિભાવ અનંત, નાસે પ્રભુજી હો તુજ અવલંબને; જ્ઞાનાનંદ મહંત, તુજ સેવાથી હો સેવકને બને. ૫ ઘન્ય ઘન્ય તે જીવ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે, જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હો નિજ સાઘકપણે. ૬ વારંવાર જિનરાજ, તુજ પદ સેવા હો હોજો નિર્મલી; તુજ શાસન અનુજાઈ, વાસન ભાસન હો તત્ત્વરમણ વળી. ૭ શુદ્ધાતમ નિજ ઘર્મ, રુચિ અનુભવથી હો સાઘન સત્યતા, દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ પસાયે હો હોશે વ્યક્તતા. ૮
(૧૫) શ્રી ઈશ્વરદેવ જિન સ્તવન
. (રાજા જો મિલે એ દેશી) નૃપ ગજસેન જસોદા માત, નંદન ઈશ્વર ગુણ અવદાત;
સ્વામી સેવીએ. પુષ્કરવર પૂરવારઘ કચ્છ, વિજય સુસીમા નયરી અચ્છ. સ્વા૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org