________________
૨૩૬
નિત્યક્રમ શશિલંછન પ્રભુ કરે રે વિહાર, રાણી ભદ્રાવતીનો ભરથાર; સ્વા. જે પામે પ્રભુનો દેદાર, ઘન ઘન તે નરનો અવતાર. સ્વા૨ ઘન તે તન જિન નમીએ પાય,ઘન તે મન જે પ્રભુગુણ ધ્યાય; સ્વાવ ઘન જે જીહા પ્રભુ ગુણ ગાય, ઘન્ય તે વેળા વંદન થાય. સ્વા.૦૩ અણમિલવે ઉત્કંઠા જોર, મિલવે વિરહ તણો ભય સોર; સ્વાવ અંતરંગ મિલ જીઉ છાંહિ, શોક વિરહ જિમ દૂરે પલાય. સ્વા૦૪ તું માતા તું બંઘવ મુજ, તું હી પિતા તુજશું મુજ ગુંજ; સ્વાવ શ્રીનયવિજય વિબુઘનો શિષ્ય, વાચકયશ કહે પૂરો જગીશ. સ્વા૦૫
(૧૫) શ્રી ઘર્મનાથ જિન સ્તવન
(રાગ મલ્હાર) ઘરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે, કે સાવ ચોર જોર જે ફોરવે, મુજશું હક મને રે; કે મુ. ગજનિમીલિકા કરવી, તુજને નવિ ઘટે રે, કે તુ જે તુજ સન્મુખ જોતાં, અરિનું બળ મિટે રે. કે અ. ૧ રવિ ઊગે ગયણાંગણ, તિમિર તે નવિ રહે રે કે તિ કામકુંભ ઘર આવે, દારિદ્ર કિમ રહે રે; કે દાવ વન વિચરે જો સિંહ તો, બીક ન ગજ તણી રે, કે બી. કર્મ કરે શું જોર, પ્રસન્ન જો જગઘણી રે. કે પ્ર. ૨ સુગુણ નિર્ગુણનો અંતર, પ્રભુ નવિ ચિત્ત ઘરે રે, કે પ્ર નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે, કે જાવ ચંદ્ર ત્યજે નવિ લંછન, મૃગ અતિ શામળો રે, કે મૃ૦ યશ કહે હિમ તુમ જાણીમુજ અરિબળ દળો રે કે મુ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org