SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ નિત્યક્રમ શંકર સહકારી હો, કે સહજે ગુણ વરતે, દ્રવ્યાદિક પરિણતિ હો, કે ભાવે અનુસરતે; દાનાદિક લબ્ધિ હો, કે ન હુવે સહાય વિના, સહકાર અકંપે હો, કે ગુણની વૃત્તિ ઘના. ૪ પર્યાય અનંતા હો કે જે એક કાર્યપણે, વરતે તેહને હો, કે જિનવર ગુણ પભણે; જ્ઞાનાદિક ગુણની હો, કે વર્તના જીવ પ્રતે, ઘર્માદિક દ્રવ્યને હો, કે સહકાર કરતે. પ ગ્રાહક વ્યાપકતા હો, કે પ્રભુ તુમ ઘર્મ રમી, આતમ અનુભવથી હો, કે પરિણતિ અન્ય રમી; તુજ શક્તિ અનંતી હો, કે ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હો, કે થાયે ગુણ રમતાં. ૬ ઇમ નિજ ગુણ ભોગી હો, કે સ્વામી ભુજંગ મુદા, જે નિત્ય વંદે હો, કે તે નર ઘન્ય સદા; દેવચંદ્ર પ્રભુની હો, કે પુણ્ય ભક્તિ સંધે, આતમ-અનુભવની હો કે નિત્ય નિત્ય શક્તિ વધે. ૭ (૧૪) શ્રી ભુજંગસ્વામી સ્તવન ભુજંગદેવ ભાવે ભજો, રાય મહાબળ નંદ લાલ રે; મહિમા કૂખે હંસલો, કમળ લંછન સુખકંદ લાલ રે.ભ૦૧ વપ્ર વિજય વિજયાપુરી, કરે વિહાર ઉછાહ લાલ રે; પૂરવ અરઘે પુમ્મરે, ગંધસેનાનો નાહ લાલ રે.ભ૦૨ કાગળ લિખવો કારમો, આવે જો દુર્જન હાથ લાલ રે; અણમિલવું દૂરંત રે, ચિત્ત ફિરે તુમ સાથ લાલ રે.ભ૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy