________________
નિત્યકમ
૨૨૭ (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન નલિનાવતી વિજયે જયકારી, ચંદ્રાનન ઉપગારી રે સુણ વિનતિ મોરી, પશ્ચિમ અરઘે ઘાતકી ખંડે, નયરી અયોધ્યા મંડે રે. સુ. ૧ રાણી લીલાવતી ચિત્ત સુાયો, પદ્માવતીનો જાયો રે, સુo નૃપ વાલ્મીક કુળ તું દીવો, વૃષભ લંછન ચિરંજીવી રે. સુ૨ કેવળ જ્ઞાન અનંત ખજાનો, નહિ તુજ જગમાંહે છાનો રે, સુઇ તેહનો લવ દેતાં શું નાસે, મનમાંહે કાંઈ વિમાસે રે. સુ. ૩ રયણ એક દિયે રયણે ભરિયો, જો ગાર્જતો દરિયો રે, સુ. તો તેહને કાંઈ હાણ ન આવે, લોક તે સંપત્તિ પાવે રે. સુ. ૪ અલિ માચે પરિમલ લવ પામી, પંકજ વન નહિ ખામી રે; સુ અંબ લુંબ કોટિ નવિ છીએ, એક પિક સુખ દીજે રે. સુ૫ ચંદ્રકિરણ વિસ્તારે છોછું, નવિ હોયે અમીયમાં ઓછું રે, સુ. આશા તારક હે બહુત નિહોરા, તે હોવે સુખિત ચકોરા રે. સુ. ૬ તિમ જો ગુણ લવ દીઓ તુમ હેજે, તો અમે દીપું તેજ રે; સુ. વાચક યશ કહે વાંછિત દેશો, ઘર્મનેહ નિરવહેશો રે. સુ૭
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
વિષય ન ગંજીએ-એ દેશી) વાસુપૂજ્ય જિન વાલહા રે, સંભારો નિજ દાસ; સાહિબશું હઠ નવિ હોયે રે, પણ કીજે અરદાસ રે.
ચતુર વિચારિયે. ૧ શ્વાસ પહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિસાર્યા નવિ વીસરે રે, તેહશું હઠ કિમ હોય રે.ચ૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org