________________
૨૨૬
નિત્યક્રમ (૧૨) શ્રી ચંદ્રાનન જિન સ્તવન
(વીરા ચાંદલા–એ દેશી) ચંદ્રાનન જિન, ચંદ્રાનન જિન, સાંભળીએ અરદાસ રે, મુજ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસ રે. ચં. ૧ ભરતક્ષેત્ર માનવપણો રે, લાઘો દુઃષમ કાલ; જિન પૂરવઘર વિરહથી રે, દુલહો સાઘન ચાલો રે. ચં. ૨ દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ઘર્મ ચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચં૦ ૩ તસ્વાગમ જાણંગ તજી રે, બહુજન સંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે. ચં૦ ૪ આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ઘર્મ, દંસણ નાણ ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચં. પ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ઘર્મ પ્રસિદ્ધ; આતમગુણ અકષાયતા રે, ઘર્મ ન જાણે શુદ્ધ રે. ચં. ૬ તત્ત્વરસિક જન થોડલા રે, બહુલો જન સંવાદ, જાણો છો જિનરાજજી રે, સઘલો એહ વિષાદ રે. ચં. ૭ નાથ ચરણ વંદનતણો રે, મનમાં ઘણો ઉમંગ; પુણ્ય વિના કિમ પામીએ રે, પ્રભુસેવનનો રંગ રે. ચં. ૮ જગતારક પ્રભુ વંદીએ રે, મહાવિદેહ મઝાર; વસ્તુ ઘર્મ સ્યાદ્વાદતા રે, સુણી કરિયે નિર્ધાર રે. ચં. ૯ તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય; પણ અવિરાઘક જીવને રે, કારણ સફલું થાય રે.ચં૦૧૦ એહવા પણ ભવિ જીવને રે, દેવ ભક્તિ આઘાર; પ્રભુ સમરણથી પામિયે રે, દેવચંદ્ર પદ સાર રે.ચં૦૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org